ભારતીય મહિલા ટીમે આઇસીસી વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ માટે મજબૂત શરૂઆત કરી હતી, તેણે તેમની બંને શરૂઆતની મેચ જીતી હતી. જાકે, ત્યારથી ટીમ ઇન્ડિયાને સતત બે મેચમાં નજીકની હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામેની મેચમાં, ટીમ ઇન્ડિયાએ ૩૩૦ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ કાંગારૂઓએ ૪૯ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. હાર બાદ, ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમના ખરાબ પ્રદર્શન માટે ખરાબ બેટિંગ પ્રદર્શનને જવાબદાર ગણાવ્યું.ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામે ૩ વિકેટથી થયેલા પરાજય બાદ પ્રેઝન્ટેશન સમારોહમાં હરમનપ્રીત કૌરે પોતાના નિવેદનમાં કહ્યું, “આજે અમે જે રીતે શરૂઆત કરી હતી, તે રીતે અમે ૩૦-૪૦ વધુ રન બનાવી શક્યા હોત, પરંતુ અમે છેલ્લી ૬-૭ ઓવરમાં વિકેટ ગુમાવતા રહ્યા. તે બેટિંગ કરવા માટે સારી વિકેટ હતી, પરંતુ અમે તેનો લાભ લઈ શક્્યા નહીં. સ્મૃતિ  અને પ્રતિકા છેલ્લી કેટલીક મેચોમાં અસાધારણ રીતે સારી બેટિંગ કરી રહી છે, અને આ મેચમાં, તેમણે અમને મજબૂત શરૂઆત આપી, જેના કારણે અમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. અમે સારું પ્રદર્શન કર્યું, પરંતુ મને લાગે છે કે અમે છેલ્લી ૫ ઓવરમાં સારું પ્રદર્શન કરી શક્યા નહીં.” છેલ્લી ત્રણ મેચમાં, અમે મધ્ય ઓવરોમાં સારી બેટિંગ કરી શક્યા નહીં. નીચલા ક્રમે જવાબદારી લીધી અને ટીમને સારી સ્થિતિમાં મૂકી. પરંતુ આજે, મને લાગે છે કે પહેલી ૪૦ ઓવર અમારા માટે ખૂબ સારી હતી, અને છેલ્લી ૧૦ ઓવરમાં અમે સારું પ્રદર્શન કર્યું ન હતું.હરમનપ્રીત કૌરે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે આ મેચમાં હાર બાદ, ટુર્નામેન્ટમાં આગામી બે મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે, અને મને વિશ્વાસ છે કે અમે વાપસી કરી શકીશું. આ મેચમાં પણ અમારા માટે ઘણા સકારાત્મક પાસાં હતા, જેમાં શ્રી ચારાનીએ ખૂબ સારી બોલિંગ કરી હતી. હીલી સહિત તેમના બધા બેટ્‌સમેન ચારાનીને સરળતાથી રમી શક્યા ન હતા. મને લાગે છે કે બે ખરાબ મેચ અમારા માટે મોટો ફરક નહીં પાડે, અને બાકીની મેચો માટે અમારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.