ઓળિયા ગામ પટેલ સમાજ દ્વારા આજે ગુરૂવારના રોજ ૩૩મો સમૂહલગ્ન સમારોહ યોજાશે. સમૂહલગ્ન સમારોહનું પ્રમુખ સ્થાન ચંદુભાઈ દેસાઈ શોભાવશે. સમારોહના ઉદ્‌ઘાટક તરીકે ગૌતમદાસ બાપુ, ભગવત પ્રસાદ સ્વામી, મહંત રામદાસ મહારાજજી, મહંત લવજીબાપુ રહેશે. આ સમૂહલગ્ન સમારોહમાં અમરેલી જિલ્લાના સમાજનાં રાજસ્વી મહાનુભાવો ખાસ હાજર રહેશે. આ સમૂહલગ્નમાં ૧૭ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. આ સમૂહલગ્ન હોટલ સહયોગની સામે નવા પ્લોટમાં સાવરકુંડલા રોડ ઓળિયા ખાતે યોજાશે. કન્યાઓને દાતાઓ દ્વારા કરિયાવર અર્પણ કરવામાં આવશે. તેમજ દાતાઓએ રોકડ સ્વરૂપે પણ અનુદાન આપ્યું છે. તા.૧રના રોજ કન્યાદાનની સાથે બપોરે ૩થી ૮ સુધી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તેમ પ્રમુખ નરેશભાઈ દેવાણીની યાદીમાં જણાવાયુ છે.