ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘એક્સપોઝર વિઝિટ પ્રોગ્રામ’ અંતર્ગત આજે ઓડિશા સરકારના ગ્રુપ-એ તથા ગ્રુપ-બીના ઉચ્ચ અધિકારીઓએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગના પ્રાયોગિક ફાર્મની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક અમલમાં રહેલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તેને ઓડિશા રાજ્યમાં અમલી બનાવવાનો હતો.









































