અમરેલી જીલ્લામાં કોળી ઠાકોર સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વસ્તીના ધોરણે અનામત ફાળવવાની ઉગ્ર માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીના સમયે ૨૭% અનામતમાં માત્ર ૮૨ જાતિઓ હતી, જે હવે વધીને ૧૪૬ થઈ છે, પરંતુ અનામતની ટકાવારીમાં કોઈ વધારો થયો નથી. આગેવાનોએ માંગ કરી છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ અનામતનો વ્યાપ વધારવો જોઈએ. કોળી ઠાકોર સમાજની વિશાળ વસ્તીની ગણતરી કરી, વસ્તીના પ્રમાણમાં અનામતનો હક અને લાભ આપવો જોઈએ.