અમદાવાદ પોલીસે એક હાઈટેક ચોરને ઝડપી પાડ્યો છે. ઓનલાઇન પેમેન્ટ માં છેતરપિંડી કરતા બેંગ્લોરના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોતાની મોજશોખ માટે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાઈ ને પૈસા ચૂકવ્યા વગર નાસી જતો ભેજાબાજને વાડજ પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવદની હયાત અને આઈ ટી સી જેવી લકઝરીયસ હોટેલને પણ ચૂનો લગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ હાઇટેક ભેજાબાજ કઇ રીતે કરતો હતો.
રાજયભરમાં અવાર નવાર છેતરપીંડીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે અમદવાદમાં એક ભેજાબાજે ડીજીટલ પેમેન્ટ ના નામે લક્ઝ્યુરિયસ હોટેલને ચૂનો લગાવ્યો છે. શહેરના વાડજ પોલીસ દ્વારા સુદર્શન યુવરાજ રેડી નામના બેંગ્લોરના એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ભેજાબાજ અમદાવાદની હયાત અને આઈટીસી હોટેલમાં રોકાયો હતો અને ડીજીટલ પેમેન્ટના ખોટા મેસેજ અને સ્ક્રીન શોર્ટ બતાવીને પૈસા ચૂકવ્યા વગર જતો રહ્યો હતો. સુદર્શન રેડી નામના આ ઇસમે પોતાના મોજ શોખ માટે દરિયાપુરમાથી વેપારીને ત્યાંથી સોનાનો ચેન અને વસ્ત્રાપુરમાં લેપટોપની ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટના ખોટા મેસેજ બતાવીને છેતરપિંડી આચરી હતી.
અમદવાદમાં આવેલ હયાત હોટલમાં ભેજાબાજ સુદર્શન રેડ્ડી ગત ૪ જુલાઈના રોજ રોકાયો હતો. જ્યાં તેણે હોટેલમાં આવેલ સલુન અને સ્પાનો ઉપયોગ પણ કર્યો હતો. હયાત હોટેલમાં ૮૨ હજાર રૂપિયાનું બીલ જયારે ચુકવવાનું થયું. ત્યારે ઓનલાઇન પેમેન્ટના ખોટા મેસેજ તેમજ પૈસા ટ્રાન્સફર કર્યાના સ્ક્રીન શોર્ટ હોટેલ મેનેજરને બતાવીને નીકળી ગયો હતો. આ ઇસમ હોટલ હયાત બાદ અમદવાદની વધુ એક ફાઈવ સ્ટાર હોટેલ આઈ ટી સીમાં પણ રોકાયો હતો.
છેતરપિંડીના કિસ્સાઓઃ વસ્ત્રાપુરઃ અંડરવેર ખરીદીને ખોટો પેમેન્ટ મેસેજ બતાવ્યો.,વસ્ત્રાલઃ સ્કેચર્સના શોરૂમમાંથી ૭,૨૨૦ના શૂઝ ખરીદ્યા – પેમેન્ટ કર્યા વગર નીકળી ગયો.,વસ્ત્રાલઃ મોબાઇલ સ્ટોરમાંથી ૧.૩૯ લાખનો આઇફોન છેતરપિંડીથી લીધો.,વસ્ત્રાલઃ બીજા ૫૦,૦૦૦નો મોબાઇલ પણ પેમેન્ટ વગર લીધો..હયાત હોટલ (જગ્યા ઉલ્લેખિત નથી): ૮૨,૦૦૦નું પેમેન્ટ કરવાનું કહીને ગાયબ થયો,ગાંધીનગરઃ મોલમાંથી ૪૫,૦૦૦ની ઘડિયાળ ખરીદી – પેમેન્ટ વગર,એલીસબ્રિજઃ નામી રેસિડન્સીમાંથી રૂ. ૩,૦૦૦ ભાડા ચૂકવ્યા વિના જતો રહ્યો,નવી દિલ્હીઃ હોટલમાં રોકાઈ ૧૦,૦૦૦ના બિલનું પેમેન્ટ કર્યા વિના નીકળી ગયો.,નવી દિલ્હીઃ મેડીકલ સ્ટોર પરથી દવાઓ ખરીદી અને પેમેન્ટ વગર જતો રહ્યો.,નવી દિલ્હીઃ કાર માટે ૬.૯૦ લાખનું ફેક ડાઉન પેમેન્ટ કરી કાર લીધી.,નવી દિલ્હીઃ એક જ્વેલર્સ શોરૂમમાંથી ૨.૬૪ લાખના દાગીના છેતરપિંડીથી લીધા,નવી દિલ્હીઃ બીજા જ્વેલર્સ શોરૂમમાંથી ૨.૭૯ લાખના દાગીના પેમેન્ટ વગર લીધા.
જ્યાં વિવિધ મોંઘીદાટ ભોજન ડીશ મંગાવી હતી. આ હોટલમાં પણ અંદાજે ૨૨ હજાર રૂપિયા જેવડું બીલ થયું હતું જે બીલ ચુકવવા સમયે ડમી પૈસા ટ્રાન્સફરના મેસેજ બતાવીને નાસી છુટ્યો હતો. આ ભેજાબાજ સુદર્શએ ન માત્ર અમદાવાદ પરંતુ અગાઉ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ આજ રીતના દુકાનદારો સાથે છેતરપીંડી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સુદર્શન રેડ્ડી ડોક્ટર તરીકે નો વ્યવસ્યા પણ કરતો હતો. જાકે હાલ પોલીસે આ ભેજાબાજને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.