અમરેલી સ્થિત એસ.એચ. ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલ દ્વારા સ્વચ્છતા અંગે લોકજાગૃતિ લાવવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈને શહેરીજનોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. બકુલભાઈ ગજેરાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યારે સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે મંત્રી ચતુરભાઈ ખુંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી પણ રેલીમાં સાથે જોડાયા હતા. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ “આપણી સ્વચ્છતા – આપણી જવાબદારી”, “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત”, “કચરો ડસ્ટબિનમાં નાખો” અને “સ્વચ્છતા અપનાવો, રોગોને દૂર ભગાવો” જેવા પ્રેરણાદાયી સ્લોગનો લખેલા પ્લેકાર્ડ સાથે માર્ગ પર ફરીને લોકોને જાગૃત કર્યા હતા.




































