એર ઇન્ડિયાએ તેના કાફલામાં રહેલા તમામ બોઇંગ ૭૮૭ અને બોઇંગ ૭૩૭ એરક્રાફ્ટના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના લોકિંગ મિકેનિઝમનું સાવચેતી નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. એરલાઈને જણાવ્યું છે કે તેણે ૧૪ જુલાઈ, ૨૦૨૫ ના રોજ જારી કરાયેલા ડીજીસીએના નિર્દેશોનું પાલન કર્યું છે. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે નિરીક્ષણોમાં, ઉપરોક્ત લોકીંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા જાવા મળી નથી. એર ઈન્ડિયાએ ૧૨ જુલાઈના રોજ સ્વૈચ્છિક નિરીક્ષણ શરૂ કર્યું હતું અને ડીજીસીએ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં તેને પૂર્ણ કર્યું હતું. નિયમનકારને આ અંગે જાણ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે તેના સમગ્ર બોઇંગ ૭૮૭ અને બોઇંગ ૭૩૭ ફ્લીટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકીંગ મિકેનિઝમનું સાવચેતી નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, અને “કોઈ સમસ્યા મળી નથી”. આ નિરીક્ષણ ૧૨ જૂનના રોજ થયેલા અકસ્માતને પગલે કરવામાં આવ્યું હતું. ૧૨ જૂનના રોજ, એર ઈન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ વિમાન અમદાવાદથી લંડનમાં ગેટવિક જતી વખતે ઉડાન ભર્યા પછી તરત જ એક ઇમારત સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા, જેમાં જમીન પરના ૧૯ લોકો અને વિમાનમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “નિરીક્ષણ દરમિયાન ઉપરોક્ત લોકીંગ મિકેનિઝમમાં કોઈ સમસ્યા જાવા મળી નથી.ડીજીસીએના નિર્દેશ પહેલા એર ઈન્ડિયાએ ૧૨ જુલાઈએ સ્વૈચ્છિક નિરીક્ષણ શરૂ કર્યું હતું અને તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કર્યું હતું. નિયમનકારને આ અંગે જાણ કરવામાં આવી છે. એર ઈન્ડિયા મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતી માટે પ્રતિબદ્ધ છે.”
આ નિરીક્ષણ ગયા મહિને ડીજીસીએ દ્વારા જારી કરાયેલા નિર્દેશ પછી કરવામાં આવ્યું હતું. આ દિશામાં, બોઇંગ અને ભારતમાં કાર્યરત અન્ય વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમની તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગેના ૧૫ પાનાના પ્રારંભિક અહેવાલમાં ખુલાસો થયો હતો કે ટેકઓફના એક સેકન્ડમાં એÂન્જનને બળતણ પૂરું પાડતા સ્વીચો બંધ થઈ ગયા હતા. આ દુઃખદ અકસ્માત પાછળનું મુખ્ય કારણ આ હતું.