નેશનલ સ્પોટ્ર્સ ડેની ઉજવણી નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જીછય્ના અધ્યક્ષ સ્થાને સરખડી ખાતે આયોજિત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં એપેક્ષ એકેડેમી-કોડીનારના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિજયથી તેમણે શાળા અને સમગ્ર કોડીનારનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી ગોપાલભાઈ રાઠોડે તેમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓની મહેનત અને તેમના કોચના માર્ગદર્શનની પ્રશંસા કરી હતી, જેણે આ સફળતા શક્ય બનાવી.