અમરેલીમાં વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજમાં

અમરેલીની કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજે એન.સી.સી. યુનિટ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. વિલસનકુમાર વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમરેલી પોલીસના એએસઆઈ એન.એન. ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ જલ્પાબેન શિયાણી અને કોન્સ્ટેબલ કે.એ. કલીમ અલી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો અને સલામત ડ્રાઈવિંગ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રા. જે.એમ. તળાવીયા અને એન.એસ.એસ. ઓફિસર ડો. એ.કે. વાળાએ જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રીઓ, નિયામક અને ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.