એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ નિબંધ સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થિની બહેનોને મહેમાનો તથા ટ્રસ્ટીના વરદ હસ્તે ઈનામ વિતરણ કરી મતદાન જાગૃતિનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં આવ્યો હતો. આ તકે સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેકટર ડો. જીજ્ઞેશભાઈ વાજા તથા પ્રિન્સીપાલ ડા.રીટાબેન રાવળે તમામ સ્પર્ધકો તથા વિજેતા બહેનોને અભિનંદન પાઠવેલ હતા. ત્યારબાદ કાર્યક્રમની આભાર વિધિ પ્રો.નેહાબેન દરજીએ કરેલ હતી. કોલેજનાં તમામ પ્રાધ્યાપકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.