સ્માર્ટ સિટી અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે એક્શન મોડમાં આવ્યું છે. ખાસ કરીને શહેરના પોશ ગણાતા પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના રહીશો માટે  એ અલ્ટીમેટમ આપ્યું છે. હવેથી સૂકો અને ભીનો કચરો અલગ આપવો ફરજિયાત છે, જા ૧૦ દિવસમાં આ નિયમનું પાલન નહીં થાય તો તમારા ઘરેથી કચરો ઉપાડવાનું બંધ કરી દેવામાં આવશે.
એએમસીના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવતા આ મુખ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકો અને વેપારીઓએ ખાસ ધ્યાન આપવું પડશે ૧. સેટેલાઈટ ૨. જાધપુર ૩. શ્યામલ ૪. વેજલપુર ૫. સરખેજ ૬. જુહાપુરા ૭. બોપલ ૮. એસ.જી. હાઈવે ૯. પ્રહલાદનગર ૧૦. આનંદનગર.
ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ૨૦૧૬ અને ૨૦૨૬ મુજબ, દરેક નાગરિક અને સંસ્થાએ પોતાના કચરાનું વિભાજન કરવું ફરજિયાત છે. આ નિયમ હેઠળ ભીનો કચરો લીલા રંગના ડસ્ટબિનમાં અને સૂકો કચરો વાદળી રંગના ડસ્ટબિનમાં આપવાનો રહેશે. ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીમાં પણ આ બંને પ્રકારનો કચરો અલગ-અલગ સ્થિતિમાં જ આપવાનો રહેશે. જા કોઈ સોસાયટી કે વેપારી એકમ આ નિયમ તોડશે, તો ૧૦ દિવસ બાદ તેમના ત્યાં કચરો ઉપાડવાની સેવા બંધ કરી દેવામાં આવશે અને જરૂર જણાયે દંડ પણ ફટકારાશે.ભારત સમાચાર વિશ્લેષણ
કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, નાગરિકોને વારંવાર સમજાવવા છતાં ઘણા લોકો સૂકો અને ભીનો કચરો ભેગો આપે છે. જેના કારણે આરટીએસ અને ડમ્પિંગ સાઈટ પર કચરાનો નિકાલ કરવામાં મોટી સમસ્યા સર્જાય છે. કચરો અલગ ન હોવાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. હવે જે સોસાયટીમાંથી વધુ પ્રમાણમાં ભેગો કચરો આવશે, ત્યાં સીધી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
સોસાયટીઓમાં ઘરે-ઘરે કચરો લેવા આવતા સફાઈ કામદારોને પણ સૂચના આપી દેવામાં આવી છે. તેમને ખબર હોય છે કે કયા ઘરમાંથી કચરો અલગ નથી આવતો. શરૂઆતમાં જે રહીશો ભૂલ કરશે તેમને સમજાવવામાં આવશે, પરંતુ વારંવાર નિયમ તોડનાર વિરુદ્ધ કડક પગલાં લેવાશે. ખાસ કરીને ફ્લેટ અને કોમર્શિયલ એકમો માટે હવે કોઈ છૂટછાટ રાખવામાં આવશે નહીં.