અમરેલી કલેક્ટર કચેરી કેમ્પસ સહિત આજુબાજુના ૫૦ મીટરની ત્રિજ્યામાં આવેલા વિસ્તારને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત વિસ્તારમાં વિવિધ કૃત્યો જેવા કે, ઉપવાસ પર બેસવું, પારણાં કાર્યક્રમ, સભાઓનું આયોજન કરવા પર પ્રતિબંધ છે. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા, અફવાઓ ફેલાવવી, હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો, કોઈપણ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થ, માનવ શરીરને નુકસાન થાય તેવા ઝેરી પદાર્થો સાથે રાખવા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામુ તા.૨૭.૦૧.૨૦૨૬ સુધી અમલમાં રહેશે.







































