ઉના તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ ખાતે ‘વાર્ષિક મહોત્સવ-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉના તાલુકા કેળવણી મંડળના મંત્રી કિરીટભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ચંદુભાઈ છગ, સૂર્યકાંતભાઈ ગાંધી અને ચંદ્રેશભાઇ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, એચ.એમ.વી. કોલેજ ઉનાના પ્રિન્સિપાલ ધાધલા, ગાંધી કન્યા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિપ્તીબેન તથા ફાટસર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નરેશભાઈ સહિતના શિક્ષણ જગતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડા. લલિતભાઈ બારૈયાએ સ્વાગત પ્રવચન કરી દીકરીઓને શિક્ષણની સાથે અન્ય ક્ષેત્રોમાં પણ પ્રગતિ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રી કિરીટભાઈ દેસાઈ અને ટ્રસ્ટી ચંદ્રેશભાઇએ તેમના ઉદ્બોધનમાં દીકરીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.











































