ઉનામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ધ્યાનના અનુભવથી આધ્યાત્મિક જીવનનો પ્રારંભ કરવાનો સંકલ્પ લીધો હતો.