ઉના પંથકમાં અભ્યાસ અર્થે જતી બે સગીર બહેનપણીઓનું અપહરણ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે બે યુવકો વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાંથી બે સગીર બહેનપણીઓ ઉના ખાતે અભ્યાસ કરવા આવતી હતી. ગામનો એક યુવાન અને અન્ય ગામનો એક યુવાન છેલ્લા દોઢ માસથી તેમનો પીછો કરી રહ્યા હતા. આજે જ્યારે બંને બહેનપણીઓ રિક્ષામાં શાળાએ જઈ રહી હતી, ત્યારે આ બંને યુવકોએ તેમનું અપહરણ કર્યું હતું.રિક્ષા ચાલકે આ અંગેની જાણ એક યુવતીના પિતાને કરી હતી. પિતાએ પુત્રીની માતાને પૂછતાં તેમણે દીકરી શાળાએ ગઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં સગીરાના માતા-પિતા અને સગા-સંબંધીઓ ઉનાની શાળાએ દોડી આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને બહેનપણીઓ શાળાએ પહોંચી જ નહોતી. પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી.









































