* થડનો કોહવારો અને ડોડવાનો સડો
• રોગ પ્રેરકઃ સ્કેલેરોસીયમ રોલ્ફ્સાઈ નામની ફુગથી થતો આ જમીનજન્ય રોગ છે. ખેડૂતો આ રોગને સફેદ ફૂગના રોગના નામે ઓળખે છે. આ રોગ મગફળી વાવતા બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં ખાસ કરીને આ રોગ ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર વધુ જોવા મળે છે.
થડ, મૂળ અને ડોડવામાં થતા નુકસાનને લીધે છોડની સંખ્યામાં ધરખમ ઘટાડો થાય છે અને ૨૭ ટકા સુધીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલ છે. સૌરાષ્માંટ્ર ૧૦ થી ૫૦ ટકા કરતા વધુ નુકસાન ખેડૂતોના ખેતર પર આ રોગને લીધે જોવા મળેલ છે.
• લક્ષણોઃ આ રોગમાં જમીન લગોલગ થડ ઉપર આછા ભૂખરા રંગના ધાબા દેખાય છે. જમીનની અંદર રહેલા થડ ઉપર પણ આવા ચિન્હો દેખાય છે. શરૂઆતમાં આવા રોગીષ્ટ છોડ પર જમીન લગોલગ થડ ઉપર સફેદ ફૂગના તાંતણા જાવા મળે છે અને તેમાં ઝીણી ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને છે.
આ સફેદ ફૂગ મગફળીના ડોડવાને પણ લાગે છે અને આના કારણે ડોડવાથી છોડ ઘેરાઈ જાય છે અને છોડ સુકાઈ જાય છે. ખેતરમાં દુરથી અસરગ્રસ્ત છોડ સુકાતા જાવા મળે છે અને મોટાભાગે મગફળી પાકવાની અવસ્થાએ આ રોગ ઉગ્ર હોય છે.
* નિયંત્રણઃ
• ઉનાળે ચવડાથી ઊંડી ખેડ કરી આગલા
પાકના રોગના અવશેષો અને ફૂગને ઓછામાં ઓછી ૧૦ સે.મી. થી વધારે ઊંડાઈએ દાટી દેવી જાઈએ. ત્યારબાદ ભારે સમાર મારી જમીન ઘડે લાવવી.
• શકય હોય તો વહેલું વાવેતર કરવું.
• શક્ય હોય તો જુવાર, મકાઈ, ડુંગળી જેવા
પાક સાથે પાકની ફેરબદલી કરવી. ચાસ દર વર્ષે એકનો એક ન રાખતા બદલવા.
• બિયારણનો દર ભલામણ મુજબનો જ વાપરવો.
• ઈજા પામેલ તેમજ ફોતરી ઉખડી ગયેલ બીજ વાવેતરના ઉપયોગમાં ન લેવા.
• બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાના ૧ કિ.ગ્રા.
• બીજ દીઠ ૨ ગ્રામ દવાનો પટ આપીને વાવેતર કરવું.
• સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો
વાપરવા.
• ટ્રાયકોડર્મા ફૂગ આધારિત પાવડર ૨.૫ કિ.ગ્રા.૩૦૦-૫૦૦ કિ.ગ્રા. એરંડીના ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે ચાસમાં આપવો.
• ઉભા પાકમાં રોગીષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં પગથી જમીન દબાવી દેવી.
• મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને અસરગ્રસ્ત વિસ્તારમાં પાળા ચડાવવા નહિ. વધારે
પડતી આંતરખેડ ન કરવી. મગફળીના ટપકાંના રોગથી પાન ખરી પડે તો સફેદ ફૂગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે, માટે મગફળીના ટપકાંના રોગના નિયંત્રણ માટે જરૂરી દવા છંટાવવી.
• જો ટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે ૧ પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મુળની આસપાસ
રેડી શકાય.