ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ફેમિલી કોર્ટનો શુભારંભ કરાયો હતો. જજ ટી.જે. દેવડાએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્‌ઘાટન કરતા કેસનો ઝડપી નિકાલ અને સમયસર ન્યાયની ખાતરી આપી હતી. ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.એમ. સૈયદ, ઉના વકીલ મંડળના પ્રમુખ પી.બી. બારૈયા સહિત વકીલો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.