આર્મી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ અગ્નિવીર પરીક્ષામાં ઉનાની એચ.એમ.વી આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજના એન.સી.સી. વિભાગના ૧૫ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. આ વિદ્યાર્થીઓમાં આનંદ ડી. ચારણીયા, ભગીરથ બાંભણીયા, ચેતન એમ. ચૌહાણ (કેસરીયા), ચૌહાણ શૈલેષ એમ (કેસરીયા), હસમુખ ડી. ગોહીલ (સનખડા), વિપુલ જી. ગોહિલ (ઉમેજ), અજય જે. બાંભણીયા (રોહિસા), રામજી એ સાંખટ (રોહિસા), હરદેવ વી વાળા (ઉમેજ), યુવરાજસિંહ ગોહીલ (સનખડા), અક્ષત એ ઝણકાટ (આલીદર), સિલોત દિપક કે(મોટા ડેસર), વિનોદ વી. બારડ (મોટા ડેસર), રવિ જે. મોરી (ડોળાસા), પાર્થ આર. ડાભી (દેલવાડા)નો સમાવેશ થાય છે. આ સફળતાના માર્ગદર્શક એન.સી.સી ઓફિસર મેજર પી. એમ. ધાંધલા અને પાસ થયેલ એન.સી.સી. કેડેટસને ૮ ગુજરાત બટાલિયનના કર્નલ એસ પિલાઈ, કોલેજના ટ્રસ્ટી મંડળ અને કર્મચારીઓએ અભિનંદન પાઠવીને તેમની સિધ્ધિને બિરદાવેલ હતી.