મહારાષ્ટ્રના રાજકારણ સાથે જાડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી એકબીજાથી દૂર રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક સાથે આવી ગયા છે. ૨૦ વર્ષ પછી, બંને ભાઈઓએ સાથે સ્ટેજ શેર કર્યું છે. હવે સમાચાર એ છે કે બંને ભાઈઓના પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે મળીને લડશે. શિવસેનાના નેતા સંજય રાઉતે પોતે આ નિવેદન આપ્યું છે.
મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત રેલી પછી, શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, ‘આ જાયા પછી, શું તમને લાગે છે કે ભાજપ કાયદેસર રીતે જીત્યો છે. દરેકને લાગે છે કે તેઓ અન્યાયી રીતે જીત્યા છે. અલબત્ત, બંને પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે મળીને લડશે.’
આજનો દિવસ મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ છે. જ્યારે વીસ વર્ષથી એકબીજાથી અંતર રાખનારા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આજે એક જ મંચ પર સાથે જાવા મળ્યા હતા. વાસ્તવમાં, બંને ભાઈઓએ રાજ્ય સરકારની ત્રિભાષા નીતિના વિરોધમાં આજે રેલીનું એલાન કર્યું હતું, પરંતુ વિવાદ વધતાં મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષા નીતિ હાલ પૂરતું મુલતવી રાખી હતી. આની ઉજવણી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટી અને રાજ ઠાકરેની પાર્ટી મનસે દ્વારા ‘મરાઠી વિજય દિન’ ના નામે કરવામાં આવી હતી. આ રેલી અંગે, ભાજપના નેતાઓએ પહેલાથી જ ટોણો માર્યો હતો કે બંને ભાઈઓ બીએમસી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાથે આવી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે કહે છે કે તેઓ હિન્દીની વિરુદ્ધ નથી પરંતુ તેને લાદવાનું યોગ્ય નથી. તેમણે કહ્યું કે અમે ત્રિભાષા નીતિનો વિરોધ કરીએ છીએ. બીજી તરફ, રાજ ઠાકરે કહે છે કે આ નિરંકુશ શાસન લાવવાનો છુપાયેલ એજન્ડા છે. આ મરાઠીનું મહત્વ ઘટાડવાનું કાવતરું છે.