સાવરકુંડલા શહેરના ઉતાવળા હનુમાન મંદિર ખાતે આયુષ વિભાગ, જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલી તથા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિના સહયોગથી સર્વ રોગ  આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. કેમ્પમાં ગ્રામજનોને સ્વાસ્થ્ય જાગૃતિ, દિનચર્યા-ઋતુચર્યા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સંશમની વટી અને ઉકાળાનું વિતરણ કરી આરોગ્યલાભ અપાયો. વૈદ્ય ડી.જે. ખાચર, વૈદ્ય કૌશલ ગોંડલીયા, પંકજ વ્યાસ, વિનાયક પરમાર અને કૌશિક બોરીસાગરે સેવાઓ આપી હતી.