રાજકોટની ઇન્ડિયન બેંકની ગોંડલ રોડ બ્રાન્ચમાં ગોલ્ડ લોન માટે ગીરવે મૂકેલા સોનાના દાગીના ગાયબ થવાની ગંભીર ઘટના સામે આવી છે. બેંકના સેફ ડિપોઝિટ/સ્ટ્રોંગરૂમમાંથી બે પાઉચ ગાયબ થયા હોવાનું ગત ૧૭ માર્ચ ૨૦૨૫ના રોજ ઇન્સ્પેક્શન દરમિયાન ખુલ્યું હતું. આ મામલે ૯ મહિના બાદ બેંક તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઘનશ્યામકુમાર ઝા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તત્કાલીન આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રુતિ મેશરામ અને તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ ઈલાયથ વિરુદ્ધ આરોપ મૂકવામાં આવ્યા છે. આ કેસ શાહ દંપતીનો છે, જેમણે ગોલ્ડ લોન લેવા માટે ૧૦૦૫.૧૦ ગ્રામ સોનાના દાગીના (કુલ કિંમત આશરે ૬૪,૨૯,૬૦૦ રૂપિયા) બેંકમાં ગીરવે મુક્યા  હતા. આ દાગીના બે પાઉચમાં હતા, જે હવે ગાયબ છે.આ ઘટનાથી બેંકિંગ સુરક્ષા પર સવાલો ઉભા થયા છે અને ગ્રાહકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને એફએસએલ તપાસ સહિત અન્ય કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આજથી ૯ મહિના પહેલા એટલે કે ગત માર્ચ મહિનામાં  ઓડિટ દરમ્યાન બેન્કના લોકરમાંથી સોનું ગાયબ થયું હોવાની જાણ બેન્કના અધિકારીઓને થઈ હતી, છતાં પણ હાલ ૯ મહિના જેટલો સમય વિતવા છતાં આ અધિકારીઓએ કોઈ એક્શન લીધી જ નહોતી. તો હવે મળી રહેલી માહિતી મુજબ બેંક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેંકની તપાસમાં હાલ સુધી ચોરીનો ભેદ ખુલ્યો નથી. ત્યારે ૯ મહિના સુધી આ વાતને છુપાવનાર બેન્કના અધિકારીઓસોનાની ચોરી બાબતે શંકાના દાયરામાં હોવાથી પોલીસે તેમની પણ પૂછપરછ શરૂ કરી છે, સાથે જ તપાસ આગામી દિવસોમાં ગાંધીનગર હ્લજીન્ ખાતેની ટીમ દ્વારા આ કેસની તપાસ થશે તેવી માહિતી સામે આવી છે.