ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો. આ પછી ઇરાને બદલો લેવાની જાહેરાત કરી છે. દરમિયાન, અમેરિકી રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પરમાણુ કરાર અંગે એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે ઇરાનને કહ્યું છે કે ઇઝરાયલ પાસે ઘણા ખતરનાક શસ્ત્રો છે. ઇરાનમાં જે લોકો આ કરારનો વિરોધ કરી રહ્યા હતા તે બધા માર્યા ગયા. ઇરાન પાસે હજુ પણ તક છે. હમણાં જ કરાર કરો નહીંતર વધુ વિનાશ થશે.
ટ્રમ્પે એક પોસ્ટમાં કહ્યું, મેં ઈરાનને સોદો કરવા માટે ઘણી તકો આપી. મેં ઈરાનને કડક શબ્દોમાં કહ્યું, તેને રોકો, પરંતુ તેઓ ગમે તેટલી કોશિશ કરે, ગમે તેટલી નજીક આવે, તેઓ તેને પૂર્ણ કરી શક્યા નહીં. મેં એમ પણ કહ્યું કે અમેરિકા વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ઘાતક લશ્કરી સાધનો બનાવે છે અને ઇઝરાયલ પાસે તેનો મોટો સ્ટોક છે. આવનારા સમયમાં વધુ હશે.
ટ્રમ્પે કહ્યું, કેટલાક ઈરાની કટ્ટરપંથીઓએ બહાદુરીથી વાત કરી હતી પરંતુ તેઓ જાણતા ન હતા કે શું થવાનું છે. તે બધા હવે મૃત્યુ પામ્યા છે અને આગળ શું થશે તે વધુ ખરાબ હશે. પહેલાથી જ ખૂબ મૃત્યુ અને વિનાશ થઈ ચૂક્્યો છે પરંતુ આ નરસંહારને સમાપ્ત કરવાનો હજુ પણ સમય છે. આગળ વધુ આયોજિત હુમલાઓ થશે, જે ખૂબ જ ઓચિંતા હુમલાઓ હશે.
અમેરિકન રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ઈરાને એક સોદો કરવો જાઈએ. કંઈ બાકી ન રહે અને જે એક સમયે ઈરાની સામ્રાજ્ય તરીકે જાણીતું હતું તેને બચાવવું જાઈએ. વધુ મૃત્યુ નહીં અને વધુ વિનાશ નહીં, બસ તે કરો. ખૂબ મોડું થાય તે પહેલાં. ભગવાન આપ સૌને આશીર્વાદ આપે. શુક્રવારે ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ઈરાક સાથેના યુદ્ધ પછી ઈરાન પર આ સૌથી મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. ઈઝરાયલનો હુમલો ઈરાનના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર તણાવ વચ્ચે થયો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ હુમલા બાદ કહ્યું હતું કે ઈઝરાયલને આ માટે કડક સજા કરવામાં આવશે.
ઇઝરાયલી હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ જનરલ હુસૈન સલામીનું પણ મૃત્યુ થયું છે. આ સાથે, ઈરાનના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બઘેરીનું પણ મૃત્યુ થયું છે. અમેરિકા કહે છે કે આ હુમલાઓમાં તેનો કોઈ હાથ નથી.
ઈરાન પર હુમલા બાદ સાઉદી વિદેશ મંત્રીએ ઈરાની વિદેશ મંત્રી સાથે વાત કરી છે. તેમણે ઇઝરાયલી હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. રશિયાએ ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પર પણ નિવેદન આપ્યું છે. રશિયાએ બંને દેશોને સંયમ રાખવાની સલાહ આપી છે. રશિયન વિદેશ મંત્રાલયે ઈરાન પર ઇઝરાયલના હુમલાને સંયુક્ત રાષ્ટÙના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.