અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી આર.કે. વઘાસીયા કોમર્સ મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ B.Com.(GM) સેમ.-V યુનિવર્સિટી પરીક્ષામાં ૯૬% પરિણામ અને ૧૦૦% ફર્સ્ટક્લાસ મેળવીને
ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કોલેજમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર વિદ્યાર્થિનીઓમાં વાઘેલા હિરલ એમ. (કોલેજ ફર્સ્ટ – ૮૭.૧૪%), ભીલ હિરલ એસ. (કોલેજ સેકન્ડ – ૮૫.૨૯%) અને ચૌહાણ અવીશા પી. (કોલેજ થર્ડ – ૮૪.૫૭%) નો સમાવેશ થાય છે. આ ભવ્ય સફળતા બદલ અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તરફથી સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.