મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના સતત પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે.

આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે આગામી તા. ૫મી જૂનના રોજ ગાંધીનગર સ્થિત નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી કાર્યક્રમો/સેવાઓને સંકલિત રીતે એક જ સ્થાનેથી આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ કરવા સમીક્ષા અને જિલ્લાવાર સેવાઓથી વંચિત રહેલ લાભાર્થીઓ સુધી પહોંચવા ત્વરિત ફિડ-બેકનું તૈયાર કરાયેલ માળખું અસરકારક સાબિત થશે.

ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સબંધી કોઈ પણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્થ હેલ્પલાઇન નંબર ૧૦૪ કાર્યરત કરાયો છે તથા પીએમજેએવાય હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.

આરોગ્યલક્ષી તમામ કાર્યક્રમો-યોજનાઓના અસરકારક અને પરિણામલક્ષી અમલ માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ આરોગ્યલક્ષી પ્રોગ્રામોના ડેટાબેઝના ડેશ બોર્ડને સંકલિત કરી એક જ કેન્દ્ર ખાતે મોનિટરિંગ કરી શકશે.આરોગ્ય વિભાગના મહ¥વના પ્રોગ્રામોમાં જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ વગેરેને ત્વરિત ફીડ-બેક આપી આરોગ્ય સેવાઓના અમલીકરણમાં રહી ગયેલ કામગીરીને ઓળખીને ઝડપી ગુણાત્મક સુધારો કરી શકાય તે માટે સરળતાથી સંવાદ સાધી શકાય તે માટેની ઓડિયો-વિઝ્યુલ્સ વ્યવસ્થા, વિવિધ અમલીકરણ થતી સેવાઓના લાભાર્થીઓના ડિજિટલ ડેટા અને ડેશબોર્ડ સાથેની સ્ટેટ ઓફ આર્ટની વ્યવસ્થા કરાઈ છે.

કુદરતી આપત્તિઓ, રોગચાળાઓ, વગેરે જેવી વિપરીત અને કટોકટીની પરિસ્થિતિઓમાં રાજ્યના તમામ જિલ્લાઓને રાજય કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ, તજજ્ઞો સંકલિત રીતે ઓડિયો-વિઝ્યુઅલ્સ દ્વારા પરામર્શ થકી નીતિવિષયક નિર્ણયો અને અમલવારીની જાણ કરી ઉચ્ચ કક્ષાએ નિયત થયેલ રણનીતિઓ મુજબ ત્વરિત અમલીકરણ કરાવવાનું અસરકારક માધ્યમ આરોગ્ય સમીક્ષા કેન્દ્ર બની રહેશે.

આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધાઓઃ

  • અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ્સ કોન્ફરન્સ રૂમ, ૧૨ ટર્મિનલ્સ સાથેની વ્યવસ્થા.
  • વિડિયો કોન્ફરન્સ માટેનો મિટિંગ રૂમ તેમજ ફરજ પરના અધિકારીઓ માટેની બેઠક વ્યવસ્થાઓ.
  • એક સાથે કુલ ૧૦૦ જેટલા તાલીમબદ્ધ કોલ-ટેકર્સ દ્વારા આરોગ્ય વિભાગની ફ્લેગશીપ યોજનાઓના/સેવાઓના લાભાર્થીઓને નિયત કરેલ પ્રશ્નાવલીઓ મુજબ જુદી-જુદી આરોગ્યલક્ષી સેવાઓ અંગે પરામર્શ, સલાહ, સૂચન, અને માર્ગદર્શનની માટેની અદ્યતન કોલ સેંટરની વ્યવસ્થા.
  • રાજ્યના જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ સાથે સમયાંતરે ટુ વે કમ્યૂનિકેશન વિડિયો કોન્ફરન્સીગ અને સંવાદની વ્યવસ્થા.
  • આરોગ્ય

વિભાગના અમલીકૃત મહ¥વના કાર્યક્રમોના ડેશબોર્ડનું મોનિટરિંગ અને ફીડ-બેક માટેની વ્યવસ્થા.

  • આરોગ્ય વિભાગના રાજ્ય તથા જિલ્લા કક્ષાના સંપૂર્ણ માળખાના અધિકારીઓ, કર્મચારીઓને ત્વરિત સંપર્ક માટે ડિજિટલ કલીક ટુ કાલની વ્યવસ્થા.
  • જિલ્લા અને તાલુકા કક્ષાએ અધિકારીઓનું અદ્યતન માહિતીથી સશક્તિકરણ.

સારવાર લઈ રહેલ હાઇ રિસ્ક ટીબીના દર્દીઓ, ૧૫ દિવસની સારવાર દરમ્યાન ટીબીની દવાઓની આડઅસરો આવી હોય તેવા દર્દીઓ, ૨ (બે) મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (હાઇરિસ્ક અને આડઅસર આવેલ દર્દીઓ), ૪ (ચાર) મહિનાની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (હાઇરિસ્ક દર્દીઓ), ૬ (છ) મહિનાની ટીબીની સારવાર પૂર્ણ કરેલ દર્દીઓ (તમામ હાઇરિસ્ક દર્દીઓ) , ટીબીની સારવાર પૂર્ણ કરી ૩ મહિના બાદ દર્દીઓનાં લક્ષણોની તપાસ (તમામ હાઇરિસ્ક દર્દીઓ – પોસ્ટ ટ્રીટમેન્ટ ફોલો-અપ)