રાખનાં રમકડાં

આમ તો આવા ડીસઓર્ડરથી પીડિત લોકોની ખાસ કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. તેમની સાથે હંમેશા સંયમ અને સમજૂતીથી બધો વ્યવહાર કરવો ઘટે.
આમ જાઇએ તો દામલની વર્તણુક સંબંધી સમસ્યાઓ ધીમે ધીમે હવે થોડી થોડી વધતી જતી હતી. તેનું ચીડિયાપણું અને એકાગ્રતાનો અભાવ વધ્યો હતો તે હંમેશ માટે ઉદાસી જ અનુભવતો હતો. રડવું અને અસ્વસ્થ થવું, સામાજિક જીવનથી ખૂબ અંતર બનાવવું, ઊંઘ, ભુખ અને તરસની થોડી થોડી ખોટ પણ આવવી. વળી પોતે કરેલાં કર્મોની ઘટનાઓનું વારંવાર સ્મરણ થઇ આવવું, તેમજ ઊંઘમાં ચોંકી જવું અથવા તો ડરી જવું. વળી કોઇ ખરાબ ઘટનાથી ખૂબ જ ગભરાઇ જવું. પોતાને આવતા વિચારોમાં નકારાત્મકતા વધતી જતી હતી. આવું બધું થવું તે માનિસક પીડા છે. આની અસર સ્વાસ્થ્ય પર ગંભીર રીતે થાય જ છે. આવી અસહ્ય પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા પીડિત વ્યકિત ડિપ્રેશનમાં આવી જઇ આત્મહત્યા કરવા પણ તૈયાર થઇ જાય છે. માનવીના જીવનમાં વિવિધ પ્રકારના આઘાત તો આવતા જ હોય છે. હા, એમ પણ બને કે તમે તમારા વધારે પડતા લાગણીશીલ સ્વભાવને કારણે વધારે પડતું દુઃખ અનુભવતા હોય છે.
મગજની કામગીરીને નિયંત્રિત કરતા ન્યુરો ટ્રાન્સમીટર્સ વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. જયારે મગજમાં સામાન્ય રીતે સ્ત્રાવ થતા શેરેટોનીન, ડોપામાઇન અને એન્ડોર્ફિન હોર્મોન્સ અસંતુલિત થઇ જાય છે ત્યારે મગજની કામગીરી ખૂબ જ બગડી જાય છે. તેનાથી વ્યક્તિના વર્તનમાં ખૂબ જ પરિવર્તન આવે છે. આ માનસિક બીમારીનું પ્રારંભિક લક્ષણ છે. જે યાદશક્તિને પણ ખૂબ જ અસર કરે છે. ચિંતા, તણાવ અને ડિપ્રેશન સહિત કોઇપણ પ્રકારની માનસિક સ્થિતિ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા…. આ બધું માનસિક બીમારીની શ્રેણીમાં આવે એટલે કે માનસિક બીમારીના દરેક કિસ્સામાં વ્યક્તિનો મૂડ, તેની યાદશક્તિ અને તેનો સ્વભાવ તદ્દન બદલાય જાય છે. આવી અસર તળે આવેલી વ્યકિત પોતાની તમામ લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી.હવે શાંતુ તો ખૂબ જ હોશિયાર અને ભણેલ – ગણેલ યુવતી હતી. દેખાવડી પણ એવી અને વાચાળ પણ એવી, આમ બધી રીતે તે તૈયાર હતી. પરંતુ લગ્ન પછી કોઇ †ીને સાચા અર્થમાં જે શરીરસુખ કાયદેસર રીતે મળવું જોઇએ તેવું સુખ ન મળે તો…?!
આવું સુખ આજ દિવસ સુધી શાંતુને મળ્યું ન હતું. લગ્ન પહેલા સજાવેલા બધા સપનાં કડડભૂસ કરતાં ભાંગી પડયા હતા. શરૂ શરૂમાં આવું શરીરનું સુખ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે મળશે…. એમ કરતાં કરતાં આટલા દિવસે વીતી ગયા. પરંતુ આજ દિવસ સુધી શાંતુ આવા અમૂલ્ય સુખથી સાવ વંચિત રહી, એટલે તો હવે તેના દિલમાં તો ઠીક પરંતુ આખાએ શરીરમાં આગ સળગતી હતી. આવી અસહ્ય વેદનાથી એ મૂંઝાતી રહી, રિબાતી રહી અને ખૂબ ખૂબ અકળાતી રહી. પરંતુ આવું દુઃખ કહેવું કોને ?
આજે દામલને આ વાત કરવાથી શાંતુને થયું કે તેઓ હવે કંઇક તો વિચારશેને ? અને ખરે જ, તે રાતે અતિ જાસમાં, અતિ જારથી અને અતિ આવેશ સાથે દામલે શાંતુના શરીર સાથે ખૂબ સારા એવા ખેલ કર્યા. આવું થતાં શાંતુને ખૂબ મજા પડી. રમત આગળ આગળ વધી, પરંતુ બરાબર જે ક્ષણની રાહ જોવાઇ રહી હતી તે ક્ષણ સાવ નજીક આવીને ઊભી રહી તે ઘડીએ શું થયું કે દામલ તત્કાળ સ્થગિત થઇ ઢળી પડયો. તેનો આવેશ અંતિમ પળ પહેલાં જ સાવ શમી ગયો. તે સાવ ઢીલોઢફ થઇ ગયો. ને પછી તે સાથે જ રડી પડ્યો.
એવા ખરા સમયે, સ્વર્ગ જેવી સાચી મજાના સમયે જ દામલની નજર સામે, ફોરેસ્ટ ખાતાનો પહેરેવેશ પહેરેલો એક વિચિત્ર અને અજાયબ ચહેરો દેખાયો હતો. એ ચહેરાએ દામલના કાનમાં સાવ ધીમેથી કહ્યું:
“નપુંસકતા કેટલી ખતરનાક છે તે તો માત્ર જે નપુંસક હોય તે જ જાણે છે. નપુંસક પુરૂષની પીડા આ જગતની મોટામાં મોટી પીડા છે…”આવા શબ્દો સાંભળતાની સાથે જ દામલ એકાએક સાવ ઢીલો પડી ગયો. તેના શરીરના બધા જ સ્નાયુઓ રબ્બર જેવા થઇ ગયા. અત્યારે દામલની સ્થિતિ પોતાને જાણે નપુંસકતા તરફ આપોઆપ ખેંચીને લઇ જતી હોય તેમ લાગતું હતું. ને પછી… સમય જતાં હવે તો ખુદ દામલને એમ થતું કે… સાચે જ પોતે નપુંસક છે. વિચારો પણ તેને આવા જ આવતા. વળી હકિકત તો સામે જ હતી. પોતે પત્ની શાંતુને ચરમસુખ કયાં આપી શકતો હતો ? (ક્રમશઃ)