આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ મહેસાણાના કડીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “હિન્દુ બહુમત છે, ત્યાં સુધી હિન્દુ સલામત છે. આ દરમિયાન “તીન બચ્ચે, હિન્દુ સચ્ચે”નું સૂત્ર આપીને પ્રવિણ તોગડીયાએ હિન્દુ પરિવારોને વધુ બાળકો પૈદા કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત, તેમણે રોજગાર અને નોકરીમાં હિન્દુઓને પ્રાથમિકતા આપવાની પણ વાત કરી હતી.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડા. પ્રવીણ તોગડિયા ૧૫ વર્ષ બાદ કડીની મુલાકાતે આવ્યા હતા. એને પગલે રાજકારણમાં ગરમાવો જાવા મળ્યો હતો. કડી ખાતે મહીસાગર હોટલમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તોગડિયાએ કડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. એમાં તીન બચ્ચે હિન્દુ સચ્ચે…નો નારો આપ્યો હતો.આ પહેલા ગત ઓગસ્ટ માસમાં એક કાર્યક્રમમાં ઇજીજીના વડા મોહન ભાગવતે વસ્તી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, વસ્તી કોઈ દેશ માટે બોજ પણ હોય શકે અને તક પણ હોઈ શકે છે. હવે તે આપણે તેને કેવી રીતે સંભાળીએ છીએ તેના પર નિર્ભર છે. આ દરમિયાન, તેમણે બીજી પણ એક મહત્વપૂર્ણ વાત કહી હતી. મોહન ભાગવતે કહ્યું કે, જા કોઈ સમાજમાં પરિવારોમાં બાળકોની સંખ્યા ત્રણ કરતા ઓછી હોય, તો ધીમે ધીમે તે સમાજનું અસ્તિત્વ પણ જાખમમાં આવી જાય છે.









































