અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ફરી એકવાર ભારે રોષ ફેલાયો છે. લોકો સહકારી મંડળી આગળ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહ્યા હતા. પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાતર મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. ઘણી મહિલાઓ સવારથી લાઈનમાં ઉભી રહેવા છતાં તેઓ હજુ પણ અનિશ્ચિત હતી કે તેમને ખાતર મળશે કે નહીં. ખેડૂતો કહે છે કે હાલમાં ઘઉંની વાવણીની સિઝન ચાલી રહી છે, પરંતુ આવશ્યક યુરિયા ખાતરની અછત વાવણી પર સીધી અસર કરે તેવી શક્યતા છે.આપને જણાવી દઈએ ખાતર લેવા સહકારી મંડળી આગળ ભીડ એકઠી થઈ હતી,ત્યારે ખેડૂતોનું કહેવું છે કે “જા ખાતર સમયસર નહીં મળે તો પાક ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. તેમનું કહેવું છે અમને ખેતી માટે સમયસર ખાતર મળતું નથી.” ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક વધારાનો સ્ટોક મોકલે અને અછતને દૂર કરે, જેથી વાવણીની મોસમ દરમિયાન ખેડૂતોને રાહત મળે.આ દરમિયાન,ખેડૂતોએ જણાવ્યું હતું કે યુરિયા ખાતરનો સરકારી સ્ટોક હાલમાં અરવલ્લી જિલ્લાના ઘણા તાલુકાઓમાં ગોદામોમાં પડેલો છે.ખેડૂતોનું કહેવું છે કે જા જિલ્લા કૃષિ વિભાગ આ સ્ટોક મુક્ત કરે, તો સમસ્યા દૂર થઈ શકે છે. તેમણે કહ્યું કે તે મેઘરજ, માલપુર, ભિલોડા, બાયડ, મોડાસા અને ધનસુરા તાલુકાના ચોક્કસ વિક્રેતા કેન્દ્રોને સપ્લાય કરવામાં આવે છે, અને નિયમો અનુસાર, વેપારીઓ આ ખાતર ત્યારે જ વિતરણ કરી શકે છે જ્યારે તે છોડવામાં આવે. પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં, જ્યારે ખેડૂતો હજુ પણ દાવો કરી રહ્યા છે કે યુરિયા ખાતરનો મોટો સ્ટોક છે, ત્યારે જિલ્લા કૃષિ વિભાગે સતર્ક રહેવું જાઈએ અને સ્ટોક ભાર કાઢવો  જાઈએ જેથી ખેડૂતોને પૂરતું ખાતર મળી શકે.સમાન્ય રીતે ૨ હજાર થેલીની માંગણી સામે ૩૫૦ થેલી ખાતર મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર ના મળતા ઘઉંનું વાવેતર અટકી પડ્યું છે જેના કારણે ઘણી મુશ્કેલી ઊભી થઈ રહી છે.