ન્યુ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન, વિરોધીઓએ આગ લગાવી અને એક ઉપકરણ ફેંકયું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તે એક આઇઇડી હતું. એનવાયપીડી બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા બે લોકોની ઓળખ કરવામાં આવી છે. ન્યુ યોર્ક પોલીસે જણાવ્યું હતું કે તેઓ હ્લમ્ૈંના સંયુક્ત આતંકવાદ ટાસ્ક ફોર્સ સાથે નજીકથી કામ કરી રહ્યા છે.
ન્યુ યોર્ક શહેર પોલીસ કમિશનર જેસિકા ટિશે એક પોસ્ટમાં માહિતી શેર કરી હતી, જેમાં જણાવ્યું હતું કે બીજા ઉપકરણ સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ ગઈકાલે ઘટનાસ્થળેથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસના સંદર્ભમાં તેઓ કસ્ટડીમાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એનવાયપીડી બોમ્બ સ્ક્વોડ દ્વારા ગઈકાલે વિરોધ પ્રદર્શનમાં સળગાવવામાં આવેલા ઉપકરણનું પ્રારંભિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને નક્કી કરવામાં આવ્યું છે કે તે કોઈ બનાવટી ઉપકરણ કે સ્મોક બોમ્બ નહોતો. હકીકતમાં, તે એક આઇઇડી હતું, જે ગંભીર ઈજા અથવા મૃત્યુનું કારણ બની શકે છે. બીજા ઉપકરણ સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવશે.”
પોસ્ટમાં આગળ જણાવાયું છે કે, એનવાયપીઓ આ તપાસ પર અમારા ભાગીદારો સાથે મળીને ન્યુ યોર્કના દક્ષિણ જિલ્લા માટે યુએસ એટર્ની ઓફિસમાં કામ કરી રહ્યું છે. એનવાયપીઓ અને એફબીઆઇએ અમારા સંયુક્ત આતંકવાદ વિરોધી ટાસ્ક ફોર્સ દ્વારા આ કામગીરી હાથ ધરી છે. હું ફરી એકવાર એનવાયપીડી ના બહાદુર સભ્યોનો આભાર માનું છું, જેમણે ખચકાટ વિના, ભય તરફ દોડી ગયા અને શંકાસ્પદોને તાત્કાલિક પકડી લીધા. એકસ પરની એક પોસ્ટમાં, ન્યુ યોર્ક શહેરના મેયર ઝોહરાન મામદાનીએ મેયરના નિવાસસ્થાન, ગ્રેસી મેન્શનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનોને ધર્માંધતા અને જાતિવાદ પર આધારિત ગણાવ્યા. તેમણે વિસ્ફોટક ઉપકરણના ઉપયોગના પ્રયાસની સખત નિંદા કરી, તેને “ગુનાહિત” અને “નિંદનીય” ગણાવ્યું. તેમણે એનવાયપીડીનો આભાર માન્યો અને કહ્યું કે વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.










































