અમરેલી શહેરમાં આવેલા સુખનાથપરા શેરી.નં.૦રનો વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોય તેથી આ વિસ્તારમાં અશાંતધારાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવા વિસ્તારવાસીઓએ પ્રાંતઅધિકારીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારો અશાંતધારામાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુખનાથપરા શેરી.નં.૦રમા પણ અશાંતધારો લાગુ પડે છે. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ સુખનાથપરા શેરી.નં.૦ર પણ અશાંતધારામાં આવતી હોય તેમ છત્તા અમુક ઈસમો દ્વારા અશાંતધારાનું ઉલ્લંઘન કરી મિલ્કતના વેચાણ કરવાની પેરવી થતી હોય તો આવી મિલ્કતોનું વેચાણ બંધ કરાવી અશાંતધારાનો કડક અમલ થાય તે માટે વિસ્તારવાસીઓએ પ્રાંતઅધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.