અમરેલી સિટી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ગુમ થયેલો મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત સોંપ્યો હતો. સાગરભાઈ મુકેશભાઈ પરમાર બક્ષીપુરવાળા અમરેલી બીનાકા ચોક ખાતે કામકાજ અર્થે ગયા હતા ત્યારે તેમનો ફોન ગુમ થઈ ગયો હતો. જે અંગે તેમણે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને પોલીસે હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલો ફોન શોધી અરજદારને પરત કર્યો હતો.











































