અમરેલી સિટીમાંથી ત્રણ સહિત જિલ્લામાંથી સાત પીધેલા પકડાયા હતા. પોલીસે તમામને લોકઅપની હવા ખવરાવીને નશો ઉતારી નાખ્યો હતો. આ સિવાય મઢડા ગામેથી બે અને ચલાલા, ભાવરડી ગામેથી એક-એક ઈસમ કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. ડુંગર ગામે બસ સ્ટેશન પાસેથી રાજુલાના માંડળ ગામનો યુવક બેફીકરાઈથી વાહન ચલાવતા ઝપટે ચડ્યો હતો.