રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં એક અત્યંત મહ¥વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અંદાજે ૩૫ જેટલા પોલીસ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે અને કેટલાકને વધારાના ચાર્જ સોંપવાની સત્તાવાર જાહેરાત થઈ છે.
આ સરકારી આદેશ અનુસાર, ડ્ઢઅજીઁ અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમના મૂળ વર્તમાન હોદ્દા ઉપરાંત નવી જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી છે.ખાસ કરીને આ જાહેરનામા મુજબ, જીઝ્ર/જી્‌ સેલના અધિકારીઓને વિવિધ ડિવિઝનના જીર્ડ્ઢઁં એટલે કે સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર તરીકેનો વધારાનો કાર્યભાર સોંપાયો છે.
આ નવી યાદીમાં સુરત, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, સાબરકાંઠા, મહેસાણા અને અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓના સક્ષમ અધિકારીઓનો સમાવેશ થાય છે.