અમરેલી શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ વિજયભાઈ ચોટલીયાનો સન્માન સમારોહ આજે યોજાયો હતો, જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ટ્રસ્ટી મનસુખભાઇ ચૌહાણ, સી.કે. ટાંક તથા તમામ સમાજના ટ્રસ્ટીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, સાસંદ ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મેહુલભાઈ ધોરાજીયા, બિપીનભાઈ લીંબાણી, ચિરાગભાઈ ચાવડા, દિલીપભાઈ વાળા, પિન્ટુભાઈ કુરુંદલે, રાકેશભાઈ સાવલિયા, દેવરાજભાઈ બાબરીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, રાજનભાઈ રામાણી સાથે અમરેલી શહેર ભાજપ હોદ્દેદારો દ્વારા વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.