લોકસાહિત્ય સેતુ, અમરેલી દ્વારા સંસ્થાની ૧૨૯મી બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠક આગામી ૨૪ માર્ચ, ૨૦૨૬ ને મંગળવારના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે જેસીંગપરા સ્થિત સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાર્થના હોલ ખાતે યોજાશે. આ વખતની બેઠકનો મુખ્ય વિષય (થીમ) ‘બાળ લોકસાહિત્ય’ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સ્થાપક પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી ઉપસ્થિત રહેશે, જ્યારે સંચાલન પ્રકાશભાઈ શુક્લા કરશે. પ્રવીણભાઈ કથરીયા અને સંજયભાઈ પંડ્યા વ્યવસ્થા તથા સંકલન સંભાળશે. સાહિત્ય રજૂ કરવા ઈચ્છતા મિત્રોએ સંજયભાઈનો સંપર્ક કરવા વિનંતી છે.








































