અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ એમ.કોમ. મહિલા કોલેજ, શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ના M.Com (GM) સેમ-૧ યુનિવર્સિટી પરિણામમાં અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે. કોલેજે ૧૦૦% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટક્લાસ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. તેજાણી હીમાની કે. – કોલેજમાં પ્રથમ સ્થાન – ૮૬.૬૦%, ગોયાણી ક્રિનલ આર. – કોલેજમાં દ્વિતીય સ્થાન – ૮૬.૨૦%, બોરડ રવિના કે. – કોલેજમાં તૃતીય સ્થાન – ૮૬.૨૦% મેળવતા આ વિદ્યાર્થિનીઓએ કોલેજનું ગૌરવ વધાર્યું છે.