અમરેલી-લાપાળીયા નજીક થયેલા એક ગંભીર અકસ્માતમાં ડ્રાઇવરે બેફિકરાઈથી ટ્રક ચલાવતા કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ટ્રકની અંદર ફસાયેલો હતો. જોકે, આ સમયે સાવરકુંડલા પાલિકાના ત્રણ સદસ્યો અમરેલી તરફ જઈ રહ્યા હતા. પાલિકા સદસ્યોએ માનવતા દાખવીને તેમણે તાત્કાલિક પોતાની ગાડી ઊભી રાખી, ઘાયલ ડ્રાઇવરની વહારે આવ્યા હતા અને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. પાલિકાના સદસ્યોની સમયસૂચકતા અને મદદથી ઘાયલ ડ્રાઇવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.