અમરેલી શહેરમાં સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને કાળા ડિબાંગ વાદળો છવાયા હતા, પરંતુ બપોરે હળવા વરાસદી ઝાપટા પડ્યા હતા. જોકે, ક્યારેક ઝરમર વરસાદ જરૂર વરસ્યો હતો. આવી જ સ્થિતિ સમગ્ર જિલ્લામાં પણ જોવા મળી હતી. બગસરામાં ૩ મીમી ઝાપટા પડ્યા હતા. જિલ્લાના બાકીના કોઈ પણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ થયો નહોતો. બગસરામાં અત્યાર સુધીમાં આ સિઝનનો કુલ ૧૦ ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. બીજી તરફ, ખેડૂતો હાલ ખેતરોમાં નિંદામણ અને ખાતર આપવાનું કામ કરી રહ્યા છે. આ સમયગાળો પાક માટે અત્યંત મહત્વનો હોવાથી ખેડૂતો આ કામગીરીમાં વ્યસ્ત છે.








































