ધારી અને અમરેલી શહેરમાં બે પુરુષના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હતા. અમરેલીમાં રહેતા રાજેશભાઈ ભલાભાઇ મકવાણાએ જાહેર કર્યા
મુજબ, ભલાભાઇ પ્રેમજીભાઇ મકવાણાનું હાર્ટ એટેક આવી જવાથી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં ધારીના કાથરોટા ગામે રહેતા ચંદુભાઇ ટપુભાઇ ભોજવીયાએ જાહેર કર્યા મુજબ અશોકભાઇ ટપુભાઇ ભોજવીયાનું હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું.







































