અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકીયાના મેડિકલ ઓફિસર પલવીબેન ઠુંમર, ડો. કિરણબેન શેલડીયાના સીધા માર્ગદર્શન નીચે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગોખરવાળા પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. બાળકોનું વજન ઊંચાઈ મ્સ્ૈંની તપાસ, હિમોગ્લોબિનની તપાસ તેમજ ૧૦ વર્ષના બાળકોને ટીડી વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં શાળાના શિક્ષકોનો સારો એવો સહયોગ મળ્યો હતો.