ગુજરાત રાજ્ય સહકારી સંઘના માર્ગદર્શન હેઠળ પ્રતિવર્ષ રાજ્યના જિલ્લાઓની જુદા જુદા પ્રકારની મંડળીઓમાંથી સારું કામ કરનાર મંડળીઓની પસંદગી કરવામાં આવે છે અને તેમને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે સને ૨૦૨૪-૨૫મા સારું કામ કરનાર શરાફી મંડળીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં અમરેલીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ ત્રણ શરાફી મંડળીઓમાં પ્રથમ સ્થાને શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળી લી.-ચલાલા, દ્વિતીય સ્થાને સરદાર પટેલ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી. – અમરેલી, તૃતીય સ્થાને શ્રી આશિષ શરાફી સહકારી મંડળી લી.-બગસરા આવેલ જેઓને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના વરદ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.










































