ભવ્ય અનુભૂતિ દિવ્ય અનુભવના ભાગ રૂપે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સી.ઈ.ઓ. કોઠીયાના નેજા હેઠળ જિલ્લાની ૭૨ શાખાઓના ૪૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ જીવનના ઉદ્દેશ્યને સમજવા પ્રેરણા મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક વ્યક્તિને પોતાના જીવનનો સાચો માર્ગ સમજાવવાનો હતો.મુંબઈથી આવેલા ઈન્ટરનેશનલ સ્પીકર બ્ર.કુ. સ્વામીનાથનજીએ મેડિટેશનનું મહત્વ સમજાવ્યું અને આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવવું તે વિશે વિગતવાર જાણકારી આપી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેકટર નાગિયાર, શીતલ આઈસ્ક્રીમના એમ.ડી. ભુપતભાઈ ભુવા, સંજોગ ન્યૂઝના માલિક વસંતભાઈ મોવલીયા, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સી.ઈ.ઓ. જનરલ મેનેજર કોઠીયા, આર.બી.આઈ. બેંકના જનરલ મેનેજર રાજમલ, મધ્યસ્થ બેંકના એડીશનલ મેનેજર અશોકભાઈ ગોંડલીયા, ડીરેક્ટર ભાવનાબેન ગોંડલીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. ગીતાદીદીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન બ્ર.કુ. ક્રિષ્નાદીદીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.