અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને લાયન્સ ક્લબ રોયલ અમરેલીના સંયુક્ત ઉપક્રમે શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે માનવ સેવાના અભિગમ સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ઉપપ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા, મહામંત્રી મયુરભાઈ માંજરિયા, ખજાનચી મહેશ જાવિયા અને શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી રાકેશ સાવલિયા, રેખાબેન પરમાર, આરતીબેન અટારા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતન ધાનાણી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંદિપ સોલંકી, લઘુમતી મોરચાના પ્રમુખ રજાળ કચરા તેમજ તાલુકા ભાજપના મહામંત્રી કાળુભાઈ વાળા હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્રવિણભાઈ ચાવડા, રણજીતભાઈ વાળા, મહેન્દ્રભાઈ ચાવડા, રજનીભાઈ મકવાણા, લાયન્સ ક્લબ રોયલના રાકેશ નાકરાણી અને અન્ય કાર્યકર્તાઓએ સિવિલ હોસ્પિટલ ખાતે હાજરી આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો, તેમ જિલ્લા ભાજપના વિપુલ ભટ્ટીની યાદીમાં જણાવાયું છે.





































