અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા ય્ત્નઈઁઝ્ર (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) ના સહયોગથી રત્નકલાકાર પરિચય કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમનું ઉદ્‌ઘાટન અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, અમરેલી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ લલિતભાઈ ઠુંમર, કાળુભાઈ સુહાગીયા, જયસુખભાઈ જરખીયા, ચતુરભાઈ ખૂંટ, અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ સાવલિયા, અને વિનુભાઈ જાવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બહોળી સંખ્યામાં કારખાનાના માલિકો, હીરા વેપારી એસોસિએશનમાંથી મુકેશભાઈ રાદડિયા અને દલાલભાઈઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.