અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં, બાકી હોય તેવી કાર્યવાહીની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવા અને પી.એન.ડી.ટી એક્ટના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નવા રજિસ્ટ્રેશનને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં તાલુકા વાઇઝ વિવિધ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી. સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે માટે તાલુકા કક્ષાએ જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવા અને દરેક રજિસ્ટર્ડ ક્લિનિકનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે. બેઠકમાં IMA અમરેલીના પ્રમુખ ડા. ગજેરા, પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અમરેલી જિલ્લા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.