લાઠી ખાતે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ૭૬મો વન મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં મંત્રીએ પર્યાવરણીય સંતુલન માટે
વૃક્ષારોપણને અનિવાર્ય ગણાવ્યું અને દરેક પરિવારના સભ્યને એક વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો. અમરેલી જિલ્લામાં ૧૨ હેક્ટરમાં ૧૦ વન કવચ ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ પાંચ ખેડૂત લાભાર્થીઓને ૧૪,૨૦૦ વૃક્ષોના વાવેતર માટે રૂ. ૯૮ હજારની સહાય વિતરણ કરાઈ છે. કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, આઈ.એ.એસ. અભિષેક સામરીયા તથા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીતો રજૂ કર્યા હતા. વન મહોત્સવ પ્રસંગે મંત્રીએ લોકોને ‘એક પેડ મા કે નામ’ પહેલને આગળ વધારવા પ્રેરિત કર્યા હતા.