આજે અમરેલી જિલ્લાના વરસડા ગામમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો. નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઇ સુતરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું.”સ્વભાવ સ્વચ્છતા – સંસ્કાર સ્વચ્છતા” થીમ સાથે, ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ચાલશે. આ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ લોકભાગીદારી દ્વારા ગામડાંઓને કાયમી ધોરણે સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ છે. કાર્યક્રમ દરમિયાન, સ્થાનિક નેતાઓ અને નાગરિકોએ સામૂહિક સફાઈ અભિયાનમાં ભાગ લીધો અને સ્વચ્છતાના શપથ લીધા. સ્થાનિક ધારાસભ્યો, પંચાયત પ્રમુખો અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી. જિલ્લા વહીવટીતંત્રે યુવાનો, સ્વયંસેવકો, સમુદાયના સભ્યોને આ અભિયાનમાં જોડાવા અને શ્રમદાન આપવા અપીલ કરી હતી.