ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર અમરેલી જિલ્લાના ૦૫ વિધાનસભા વિસ્તાર (૧) ૯૪-ધારી (૨) ૯૫-અમરેલી (૩) ૯૬-લાઠી (૪) ૯૭-સાવરકુંડલા (૫) ૯૮-રાજુલામાં તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે કાર્યક્રમના ENUMERTAION વાળા તબક્કામાં અમરેલી જિલ્લાના કુલ ૧,૩૭૧ મતદાન મથકોના બી.એલ.ઓ. દ્વારા તા. ૪.૧૧.૨૦૨૫ (મંગળવાર) થી તા. ૪.૧૨.૨૦૨૫ (ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ ૧૨,૭૧,૩૭૫ મતદારો પાસે Enumeration (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાનું શરુ કર્યું છે. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા વર્ષ ૨૦૦૨ની મતદારયાદી https:/voters.eci.gov.in/ પર ચકાસણી કરી શકાશે. મતદાર રજીસ્ટ્રેશન સંબધિત કોઈ પણ માહિતી/માર્ગદર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓ.નો સંપર્ક કરી શકાશે.



































