ભારત સરકારના આરોગ્ય કાર્યક્રમ નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ નોન કોમ્યુનિકેબલ ડીસીઝ (NP-NCD) હેઠળ હાયપરટેન્શન (બીપી) અને ડાયાબિટીસ વિશે જાગૃતિ લાવવા, નિયંત્રિત કરવા અને નિવારણ માટેના પગલાંને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ છે. આ અંતર્ગત, ૩૦ વર્ષ કે તેથી વધુ વયની વસ્તીનું NP-NCD અંતર્ગત સ્ક્રીનિંગ દર મંગળવારે અને શુક્રવારે અમરેલી જિલ્લાના દરેક સરકારી આરોગ્ય કેન્દ્રો ઉપર કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્યા અને માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોષીના માર્ગદર્શન હેઠળ, તારીખ ૨૫/૦૭/૨૦૨૫, શુક્રવારના રોજ એક દિવસ માટે સ્પેશિયલ NP-NCD સ્ક્રીનિંગ કેમ્પ અમરેલી જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર યોજવામાં આવ્યો હતો.