અમરેલી ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ફેસ્ટિવલ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને નવીનતાના વિષયો પર આધારિત અનોખાં મોડેલ, સંશોધન પત્રો તથા કાર્યરત પ્રદર્શનો રજૂ કરી ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.કાર્યક્રમમાં અમરેલીના અગ્રણીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાંથી રાજ્યકક્ષાના સાયન્સ ફેસ્ટિવલ માટે ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ આગામી તબક્કામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.









































