અમરેલી જિલ્લામાં ઘણા સમય બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ હતી. જિલ્લાના અમુક તાલુકાઓમાં ભારે વરસાદ પડયો હતો, તો અમુક તાલુકાઓમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. અમરેલી ડિઝાસ્ટર કચેરીના આંકડા મુજબ બગસરામાં ગુરુવારની રાતથી લઈ શુક્રવારના સાંજના ચાર વાગ્યા સુધી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો તો વડીયા પંથકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાવરકુંડલામાં ૯ મીમી, ૧૮ મીમી, ખાંભામાં ૬ મીમી અને અમરેલીમાં ૧૨ મીમી વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદ પડતા પાકને જીવનદાન મળ્યું છે. વરસાદને કારણે લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે જ્યારે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.